અમે તમારું હૃદય પૂવૅક સ્વાગત કરીએ છીએ. દરેકને મળી શકીએ.... તથા શિક્ષણના નૂતન પ્રવાહોની આપ-લે કરી શકીએ.... એ માટે અમે આ બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવ્રુતીઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે,જેમાં આપનું સ્વાગત છે. – શિક્ષણ સાથી
અમે તમારું હૃદય પૂવૅક સ્વાગત કરીએ છીએ. દરેકને મળી શકીએ.... તથા શિક્ષણના નૂતન પ્રવાહોની આપ-લે કરી શકીએ.... એ માટે અમે આ બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવ્રુતીઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે,જેમાં આપનું સ્વાગત છે. – શિક્ષણ સાથી


અભિનય ગીતો



                                      [૧]

આવડા અમથા વાંદરાભાઈને

સિનેમાનો શોખ (૨)

ધોતી પહેરી ઝભ્ભો પહેર્યો (૨)

ટોપી મૂકી આમ, ટોપી મૂકી આમ

આવડા અમથા...

લાકડી લીધી ચશ્મા પહેર્યા (૨)

ચાલી નીકળ્યા આમ,ચાલી નીકળ્યા આમ

આવડા અમથા...

પહેલા નંબરની ટિકિટ કપાવી (૨)

જોવા બેઠા આમ, જોવા બેઠા આમ

આવડા અમથા...

સિનેમામાં તો ધડાકો થયો (૨)

ગભરાઈ ગયા આમ, ગભરાઈ ગયા આમ

આવડા અમથા...

ચંપલ ફેંક્યા, ચશ્મા ફેંક્યા (૨)

ટોપી ફેંકીઆમ, ટોપી ફેંકી આમ

આવડા અમથા...


                                        [૨]
અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર
તને ચકલી બનાવી દઉં, તને ચકલી બનાવી દઉં
જુઓ આ ટોપલી છે ખાલી (૨)
તેમાં પરી આવે મતવાલી (૨)
મારી ટોપલીમાં જાદુ, તેમાં પરીને બેસાડું
તેનું સસલું બનાવી દઉં, તેનું સસલું બનાવી દઉં
અંતર મંતર જંતર
જુઓ આ ગંજીફાની રમત (૨)
રમતમાં છે મોટી ગમ્મત (૨)
પહેલા રાજા આવે છે, પછી રાણી આવે છે
તેને ગુલામ બનાવી દઉં, તેને ગુલામ બનાવી દઉં
અંતર મંતર જંતરજુઓ આ નાનો છે ઠિંગ્ગુ (૨)
તેનું નામ પાડ્યું છે મેં તો પિંગ્ગુ
પિંગ્ગુ ખૂબ દોડે છે, ઊંચા પહાડ કૂદે છે
એનું લીંબુ બનાવી દઉં, એનું લીંબુ બનાવી દઉં
અંતર મંતર જંતર 
                                    [૩]

રંગીલા રંગીલા રંગીલા પતંગિયા

હા હા હા હો હો હો હા હા હા પતંગિયા

બાળકો બાગમાં રમવાને આવતા

દોડાવી દોડાવી થકવી એ નાખતા

મન મારું મોહી લેતા રે પતંગિયા

રંગીલા રંગીલા રંગીલા

ફૂલડે ફૂલડે આમતેમ દોડતા

આકાશે ઉડતાને હાથમાં ન આવતા

મન મારું મોહી લેતા રે પતંગિયા
                       રંગીલા રંગીલા રંગીલા
                                    [૪]
બટુકભાઈ કેવડા હતા રે (૨)

બટુકભાઈ આવડા હતા રે (૨)

બટુકભાઈ કેમ કરી પાણી પીતાતા

બટુકભાઈ ઘટર ઘટર,

બટુકભાઈ ઘટર ઘટર પાણી પીતાતા ... બટુકભાઈ

બટુકભાઈ કેમ કરી ખાણું ખાતાતા

બટુકભાઈ ભચડ ભચડ,

બટુકભાઈ ભચડ ભચડ ખાણું ખાતાતા... બટુકભાઈ

બટુકભાઈ કેમ કરી કચરો કાઢતાતા

બટુકભાઈ આમ કરી,

બટુકભાઈ આમ કરી કચરો કાઢતાતા... બટુકભાઈ

બટુકભાઈ કેમ કરી કપડાં ધોતાતા

બટુકભાઈ આમ કરી,

બટુકભાઈ આમ કરી કપડાં ધોતાતા... બટુકભાઈ



[૫]

મેળામાં જઈએ ભાઈ મેળામાં જઈએ (૨)

સોબતીઓની સંગે રે (૨)

મેળામાં જઈએ ભાઈ મેળામાં જઈએ (૨)

ચકચક કરતા ને ચીં ચીં કરતાં (૨) 

ચકડોળમાં બેસી જઈએ રે (૨) 

મેળામાં જઈએ ભાઈ મેળામાં જઈએ (૨)

તબડક તબડક કરતા કરતા (૨)

ઘોડા પર બેસી જઈએ રે (૨)

મેળામાં જઈએ ભાઈ મેળામાં જઈએ (૨)

લાલ પીળા ફૂગ્ગા ફોડતાં ફોડતાં (૨)

જલ્દી ઘેર પહોંચી જઈએ રે (૨)

મેળામાં જઈએ ભાઈ મેળામાં જઈએ (૨) 
[૬]

બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય

બસ રીક્ષામાં ચક્કર આવે, ચાલતાં ચાલતાં જાય

બિલાડીનું નાનું બચ્ચું

ચહેરા પર એ હિંમત રાખે, પણ મનમાં મુંજાય

રસ્તાની એ ડાબે ચાલે, હળવે હળવે જાય

બિલાડીનું નાનું બચ્ચું

કૂતરાભાઈ તો (હા ઉં હા ઉં) ટ્રાફિક પોલિસ

તરત સમજી જાય

સીટી મારે હાથ બતાવે, ટ્રાફિક થોભી જાય

બિલાડીનું નાનું બચ્ચું

મેળામાં તો સ્ટોલ ઘણાં છે, ખાવા મન લલચાય

મમ્મીનું એ યાદ આવ્યું કે, બહારનું ના ખવાય

બિલાડીનું નાનું બચ્ચું

[૭]

બા પેલા બાગમાં દોડી દોડી જાઉં (૨)

નાના છોડવાને પાણી પાઉં પાઉં પાઉં

બા પેલા બાગમાં

આંબાની ડાળે ટહુકે કોયલડી (૨)



કોયલની સાથી ગાઉં ગાઉં ગાઉં

બા પેલા બાગમાં

વડલાની ડાળે બાંધ્યો છે હિંચકો (૨)

હિંચકે હિંચકા ખાઉં ખાઉં ખાઉં

બા પેલા બાગમાં

છોડવે છોડવે ઊડે પતંગિયા (૨)

હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં

બા પેલા બાગમાં

હરિયાળી બાગમાં નાચે છે મોરલો (૨)

મોરલો બોલે મેં આઉં આઉં આઉં

બા પેલા બાગમાં

[૮] 
ઢિંગલી તારા માંડવા રોપ્યા, ઢોલ વાગે ઢમઢમ
લાલિયો મહરાજ લાડવા વાળે, શાક કરે છમછમ
ઢિંગલી તારા માંડવા
ચાખવા મીનીબેન બેઠાતા , જીભલડી ચમચમ
પમલો પેલો વાંદરો ફૂંકે, પિપૂડાં પમપમ
ઢિંગલી તારા માંડવા
જૂનાગઢથી જાન આવી છે, જાનડીઓ રૂમઝૂમ
દોડતાં પેહેલાં વેલડાં આવે, ઢોલ વાગે ઢમઢમ
ઢિંગલી તારા માંડવા
ઢિંગલીબાઈના પગમાં ઝાંઝર, ઘૂઘરીઓ ધમધમ
નાકમાં એને નથણી સોહે, કેવી રે ચમચમ
ઢિંગલી તારા માંડવા
ઢિંગલીબાઈ તો સાસરે જાશે, આંસુડાં ટમટમ
લાગશે કેવા ઘરને શેર, સુના રે સમસમ
ઢિંગલી તારા માંડવા
[૯]

મમ્મા ઢીંગલ ઢીંગલ ઢીંગલ ,

પપ્પા ઢીંગલ ઢીંગલ ઢીંગલ 

હું તો ઢીં...ગ...લી....(૨)

    કપડાં ધો ધો કરું , મારા હાથ દુ:ખી જાય  (૨) મમ્મા ઢીંગલ

પોતું કર કર કરું, મારી કમર દુ:ખી જાય (૨)

મમ્મા ઢીંગલ

કચરો વાળ વાળ કરું, મારા હાથ દુ:ખી જાય (૨) મમ્મા ઢીંગલ

    ચૂલો ફૂંક ફૂંક કરું, મારી આંખો દુ:ખી જાય  (૨) મમ્મા ઢીંગલ

[૧૦]

કોયલ કૂ કૂ ગાય, મને ગાવાનું મન થાય

ગાવાનું હું શરૂ કરું ત્યાં, પપ્પા મારા ખીજાય

કોયલ કૂ કૂ ગાય

ચકલી ચણ ચણ ખાય, મને ખાવાનું મન થાય

ખાવાનું હું શરૂ કરું ત્યાં, મમ્મી મારી ખીજાય કોયલ કૂ કૂ ગાય

ઉડતું પતંગિયું જોઈ, મને ઉડવાનું મન મન

ઉડવાનું હું શરૂ કરું ત્યાં, નીચે પડી જવાય

કોયલ કૂ કૂ ગાય

પથારીએ સુતાં , મને કઈ કઈ વિચાર થાય

સુવાનું હું શરૂ કરું ત્યાં, સપને સરી જવાય

કોયલ કૂ કૂ ગાય 


                                   [૧૧]

એક ઢિંગલી સોહાણી લટકા-મટકા કરતી જાય (૨)

કાને કુંડળ પહેરીને, નાકે નથણી પહેરીને

લટકા-મટકા કરતી જાય (૨) 

હાથે કંગન પહેરીને, પગે ઝાંઝર પહેરીને

લટકા-મટકા કરતી જાય (૨) 

પગે સેંડલ પહેરીને, ખભે પર્સ ભેરવીને

લટકા-મટકા કરતી જાય (૨) 
  
  (૧૨)

ઘોડાગાડી રીક્ષા, રીક્ષામાં બેઠા બાળકો

ઓ વહાલા બાળકો, તમે નિશાળ વહેલા આવજો

નિશાળ તો દૂર છે ભણવાની જરૂર છે

એકડો તો આવડે છે પણ બગડાની જરૂર છે

ઓ વહાલા

એકડો તો આવડે છે પણ બગડાની જરૂર છે

ઓ વહાલા

બગડો તો આવડે છે પણ તગડાની જરૂર છે

ઓ વહાલા

તગડો તો આવડે છે પણ ચોગડાની જરૂર છે

ઓ વહાલા

ચોગડો તો આવડે છે પણ પાંચડાની જરૂર છે

ઓ વહાલા

પાંચડો તો આવડે છે પણ છગડાની જરૂર છે

ઓ વહાલા

છગડો તો આવડે છે પણ સાતડાની જરૂર છે

ઓ વહાલા

સાતડો તો આવડે છે પણ આઠડાની જરૂર છે

ઓ વહાલા

આઠડો તો આવડે છે પણ નવડાની જરૂર છે

ઓ વહાલા

નવડો તો આવડે છે પણ દસડાની જરૂર છે

ઓ વહાલા

[૧૩]

લીલી પીળી ઓઢણી (૨) ઓઢી રે મેં તો ઓઢી રે

હું તો જાતી નિશાળિયે દોડી રે દોડી (૨)

હાથ કેરા કંગન (૨) પહેર્યા રે મેં તો પહેર્યા રે

હું તો જાતી નિશાળિયે દોડી રે દોડી (૨) 

કાન કેરા કુંડળ (૨) પહેર્યા રે મેં તો પહેર્યા રે

હું તો જાતી નિશાળિયે દોડી રે દોડી (૨)

નાક કેરી નથણી (૨) પહેરી રે મેં તો પહેરી રે

હું તો જાતી નિશાળિયે દોડી રે દોડી (૨)

પગ કેરા ઝાંઝર (૨) પહેર્યા રે મેં તો પહેર્યા રે

હું તો જાતી નિશાળિયે દોડી રે દોડી (૨)




[૧૪]

ચકીબેન ચકીબેન 

મારી સાથે રમવા આવશો કે નહિ, આવશો કે નહિ 

બેસવાને ખાટલો, સુવાને પાટલો

ઓઢવાને પીંછાં આપીશ તને, આપીશ તને

ચકીબેન ચકીબેન 

પહેરવાને સાડી, મોરપીંછાંવાળી

ઘમ્મરિયો ઘાઘરો આપીશ તને, આપીશ તને

ચકીબેન ચકીબેન 

ચક ચક અવાજે ચીં ચીં કરજે

ચણવાને દાણા આપીશ તને, આપીશ તને

ચકીબેન ચકીબેન

બા નહિ લડશે, બાપુ નહિ લડશે

નાનો બાબો તને ઝાલશે નહિ, ઝાલશે નહિ

ચકીબેન ચકીબેન

 
                                     [૧૫]

મારા બારણાને ટોડલે ચકલી રમે,એની ઝીણી ઝીણી આંખ,

એની નાની નાની પાંખ,એ તો રમતી ને ઊડતી સૌને ગમે.

મારા ફળિયાને લીમડે પોપટ રમે,એની ગોળ ગોળ આંખ,

એની લીલી લીલી પાંખ,એ તો બોલતો ને ઊડતો સૌને ગમે.

મારા ઘરને તે આંગણે વાછરું રમે,એના સુંવાળા વાળ,

એની થનગનતી ચાલ,એ તો નાચતું ને કૂદતું સૌને ગમે.

મારી નાનકડી બેન મારા ઘરમાં રમે,એની કાલી કાલી બોલી,

એની આંખ ભોળી ભોળી,એ તો રમતી ને હસતી સૌને ગમે.

સૌને ગમે, સૌને ગમે,ઘર મારું નાનું સૌને ગમે !